અમદાવાદ- વર્તમાન ન્યૂઝ.કોમ
અખિલ ગુજરાત સ્વકુળસાળી ક્રિયા સમિતિના સેક્રેટરી મોહનભાઇ સિદ્ધરામ લોણકરે એક યાદીમાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા સ્વકુળસાળી/ સાળી સમાજના સભ્યોમાં જેમના OBC કુટુંબ પત્રક ભરવાના બાકી હોય તેમને આ કુટુંબ પત્રક તાત્કાલિક ભરીને ગુજરાતના જે તે શહેર કે ગામના વિસ્તારના અધ્યક્ષ- સેક્રેટરીને મોકલી આપવાના રહેશે. અખિલ ગુજરાત સ્વકુળસાળી ક્રિયા સમિતિનું સંપર્ક કાર્યાલય, બાપુનગર ખાતે આવેલા 30, મહેશ્વરી સોસાયટી, અંબર સિનેમા પાસે બાપુનગર, અમદાવાદ છે. આ અંગે વધુ વિગતો મેળવવા માટે સેક્રેટરી મોહનભાઇ લોણકરનો મોબાઇલ નંબર- 94293 66814 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


• Share •