સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ર૯ જાન્યુઆરી ર૦રપના રોજ સાંજે પઃ૩૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘AI in Business @ 2025’ વિષય પર સેમિનાર યોજાયો હતો., જેમાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીની કોમ્પ્યુટર સાયન્સ સ્કૂલના આસિસ્ટન્ટ ડિરેકટર શ્રી પુષ્કર નાથ પાંડે અને અમદાવાદના કુલમાઇન્ડ ટેકનોલેબના ફાઉન્ડર એન્ડ સીઇઓ શ્રી નીલ મેવાડાએ સુરતના ઉદ્યોગકારો, વેપારીઓ અને પ્રોફેશનલ્સને બિઝનેસના ડેવલપમેન્ટ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ બિઝનેસમાં ખાસ કરીને Data-Driven Decision Making માટે, Personalized Customer Experiences માટે, Process Automation and Efficiency ને વધારવા માટે, Predictive Analytics માટે, Enhancing Product and Service Development માટે, Improved Customer Support તથા ડોમેસ્ટીક અને ગ્લોબલી કક્ષાએ Market Expansion અને આપના પ્રોડકટની લીડ જનરેટ કરવા માટે થાય છે, આથી તેમણે ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને બિઝનેસના ડેવલપમેન્ટ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
શ્રી પુષ્કર નાથ પાંડેએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯પ૬માં અમેરિકન કોમ્પ્યુટર સાયન્ટીસ્ટ જોન મકાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામ આપ્યું હતું. આ વૈજ્ઞાનિકે તે સમયે જણાવ્યું હતું કે માનવીની જેમ મશીન કામ કરવા લાગી જશે. જો કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માનવી પોતાના કામને સરળ બનાવી રહયા છે. ઉદ્યોગોની વાત કરીએ તો ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડકટમાં ડિફેકટ શોધવા માટે, ભવિષ્યમાં કઈ પ્રોડકટની માંગ હશે તેના ફોરકાસ્ટીંગ માટે, સ્માર્ટ ફેબ્રિક ઇન્સ્પેકશન માટે, પ્રિડીકટીવ એનાલિટિકસ માટે અને ખાસ કરીને ડેટાને આધારે ડિસીઝન મેકીંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એવું માનવામાં આવે છે કે આ ટેકનોલોજી માનવી (કર્મચારીઓ)ને રિપ્લેસ કરી શકે છે પણ એવું જરાય નથી, પરંતુ જે માનવી આ ટેકનોલોજીને સમજશે નહીં અને તેનો ઉપયોગ કરશે નહીં તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જાણકાર ચોકકસ રિપ્લેસ કરી શકે છે. શ્રી નીલ મેવાડાએ જણાવ્યું હતું કે, મશીન લર્નિંગ, નેચરલ લેગ્વેજ પ્રોસેસિંગ અને રોબોટિકસ આ ત્રણેય કોન્સેપ્ટથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપ થયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને માનવી જે ડેટા આપે છે તેના સંદર્ભે જ એ માહિતી આપે છે. કંપનીઓમાં ડેટા એનાલિસિસ અને તેના આધારે બિઝનેસ એનાલિસિસ માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહયો છે. સાથે જ કસ્ટમર કેર સર્વિસ ડિપાર્ટમેન્ટ, સેલ્સ એન્ડ માર્કેટીંગ ડિપાર્ટમેન્ટ, ઓપરેશન ડિપાર્ટમેન્ટ, ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ, કસ્ટમર એકસપિરિયન્સ અને ગ્રાહકોના ફીડબેકમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કંપનીઓ કરી રહી છે.
વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય ચેઇન અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે, કવોલિટી કન્ટ્રોલ માટે, ડિફેકટ ડિટેકશન અને પ્રોસેસ ઓટોમેશન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઇ રહયો છે. વધુમાં, તેમણે કહયું હતું કે, હાલમાં કન્ટેન્ટ ક્રિએશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી વધારે ઉપયોગ થઇ રહયો છે. ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગી, ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી બશીર મન્સુરીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી દીપક કુમાર શેઠવાલાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની આઇટી કોમ્યુનિકેશન્સ એન્ડ આઇટી પાર્ક ડેવલપમેન્ટ કમિટીના કો–ચેરમેન શ્રી વિશાલ શાહે વકતાશ્રીઓનો પરિચય આપ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિતોના વિવિધ સવાલોના વકતાશ્રીઓએ સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
• Share •