ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ
અમરેલીના પાયલ ગોટી પ્રકરણમાં પ્રથમથી જ લીડ કરી રહેલા પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ હવે ગુજરાતમાં જે રીતે પાટીદાર મુદો ફરી એક વખત સપાટી પર આવ્યો છે તેને અનુલક્ષીને એવુ ટવીટ કર્યુ કે રાજયમાં ભુપેન્દ્ર પટેલ સરકારને ઉથલાવવાનું ષડયંત્ર રચાયું છે. તેઓએ પોતાના ટવીટમાં લખ્યુ છે. કે કરશનકાકાને કહેણ (નિરમાના કરશનભાઈ પટેલ) દાદાને કહેજો કે શ્રી પાટીલના પપેટોએ શ્રી પટેલની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું છે. દાદા તમે સાવધ રહેજો અને પાટીલના પપેટોનો સત્વરે નાર્કો ટેસ્ટ કરાવજો. ઘરના ઘાતકીઓને જલ્દીથી હાંકી કાઢજો એમ કહીને તેઓએ નારી સ્વાભિમાન આંદોલન હેશટેગથી આ ટવીટ કર્યુ છે. હાલમાં જ જે રીતે નિરમાના શ્રી કરશનભાઈ પટેલે અગાઉ આનંદીબેન સરકારને પાટીદાર અનામત આંદોલનથી ઉથલાવાયા હતા તેને ટાંકયુ હતું. તે બાદ ધાનાણીએ આ મુદો ઉઠાવી લીધો છે.
• Share •