સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સારા મુલ્યવાન જીવનનો આધાર સારા વિચારો છે, એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. ૯મી જાન્યુઆરી ગુરૂવારે વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૯૩માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, માણસ કેટલુ જીવ્યો તે અગત્યનું નથી, તે કેવું જીવ્યો તે વધુ અગત્યનું છે.
દરેક ચીજવસ્તુની કિંમત નક્કી થતી હોય છે. ત્યારે માણસની કિંમત કેટલી ? માણસના જીવનનું મુલ્ય કેટલું ? આ પ્રશ્નનો જવાબ સરળ નથી માણસનું મુલ્ય તેના જીવનના આધારે નક્કી થતુ હોય છે, માણસ સબંધોથી ઓળખાય છે, તેની સત્તા કે સંપત્તિથી ઓળખાય છે. તેનાથી વધુ તેના કાર્યોથી ઓળખાય છે. સારા કાર્યો જ જીવનનું મુલ્ય વધારે છે. તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, જીવનનું ખરૂ મહત્વ જીવવામાં છે. જે વ્યક્તિ ને માણસ બનાવે છે. આંબાના ઝાડની કિમત કેટલી ? તો તેમાં કેરી કેટલી આવી છે તેના આધારે નક્કી થતી હોય છે. આંગણે વાવેલા છોડ ને પાન ખરી જાય , ફળ ન આવે તો તે ઝાડ નક્કામુ થઈ જાય છે. તેથી માણસ માટે પોતાનું જીવન જ મુલ્યવાન છે. સબંધો અને સંપત્તિ માત્ર ઓળખાણ છે. સજાવટથી વધુ કંઈ નથી, ધણી વખત પ્રશ્ન પુછાય છે પહેલા મરઘી કે ઈંડું ..... ખરેખર તો દરેક ઈંડામાં મરધી છે. અને મરઘીમાં ઈંડું છે. દરેક બીજમાં છોડ છે. અને છોડમાં બીજ છે. સૃષ્ટી અને નિર્માતા અલગ નથી. પોતે જ પોતાના સર્જક છે. માટે જીવનની દરેક ક્ષણને જીવો... જીવાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ જ જીવનની સાર્થકતા છે.
દરેકના જીવનનો અંતિમહેતુ ખુશી હોય છે – ડો. નિર્મળ ચોરારીયા
સુરતના જાણીતા તબીબ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ડો. નિર્મળ ચોરારીયા એ ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, જીવ સૃષ્ટીમાં માત્ર માણસે જ પ્રગતિ કરી છે. કારણે કે, માણસ વિચાર કરી શકે છે. વિચાર બદલો તો જીવન બદલી શકાય છે. વિજ્ઞાનને કારણે માણસ મશીનની જેમ જીવતો થઈ ગયો છે. તમામ સુવિધાઓ વચ્ચે પણ માણસે માણસ બની જીવવાની જરૂર છે. જન્મ એટલે બી અને મૃત્યુ એટલે ડી, માણસનું જીવન બી અને ડી વચ્ચે સી એટલે (ચોઈસ) પસંદગીનું જીવાવનું હોય છે. જીવનમાં તંદુરસ્તી અને સંપત્તિની જરૂર છે. પણ એટલીજ જરૂર પ્રસન્નતા છે. દરેક ના જીવનનો અંતિમ હેતુ ખુશી હોય છે. અને છેલ્લે તેમણે જણાવ્યું હતું કે, ખુશ રહેવા માટે સ્વસ્થ રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો તે જીવન જીવવાનો મંત્ર છે.
વડીલો માટે સાંસ્કૃતિક ધામ નિર્માણ થશે
૯૩માં વિચારના વાવેતર કાર્યક્રમના સહયજમાન સંસ્થા યુવા સાંસ્કૃતિક ચેરીટેબલ ટ્રસ્ટે વ્યવસ્થા સંભાળી છે. આ સંસ્થા તરફથી કામરેજ ગાય પગલા નજીક વિશાળ જગ્યામાં વડીલો માટે એટલે કે ૫૦૦ માવતરના આશ્રય માટે સાંસ્કૃતિ ધામનું નિર્માણ થનાર છે. તે બદલ સંસ્થાના પ્રમુખ અને અંકીતભાઈ બુટાણીનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સુરતમાં સામાજિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી જોડાયેલા અને હાલ અમેરિકાથી અરવિંદભાઈ બોરડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન ભાવેશભાઈ રફાળીયા તથા રીયલ નેટવર્કના અંકીતભાઈ સુરાણીએ કર્યું હતું.
• Share •