સુરત: વર્તમાન ન્યૂઝ.કોમ
વિખ્યાત નેચરલ ડાયમંડ કંપની શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ્સ (એસઆરકે) ની સખાવતી શાખા શ્રીરામ કૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (એસઆરકેકેએફ) સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ ની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.આ એક પ્રતિષ્ઠિત સમારંભ છે જે વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા માટે સમર્પિત વ્યક્તિઓ અને સંસ્થાઓની ઉજવણી કરશે. આ સમારંભ 10 ઓગસ્ટ, શનિવાર ના રોજ જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.
સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડની રચના 2006 માં એસ આર કે, એસઆરકેકેએફ ના સ્થાપક અધ્યક્ષ અને રાજ્યસભા ના સાંસદ શ્રી ગોવિંદ ધોળકિયા દ્વારા તેમની માતા સંતોકબા લાલજીદાદા ધોળકિયા ની નિઃસ્વાર્થ ભાવના અને દ્રષ્ટિને મૂર્ત સ્વરૂપ આપતા નિઃસ્વાર્થ, કરુણા અને સેવાના માનવતાવાદી મૂલ્યોને શ્રદ્ધાંજલિ તરીકે કરવામાં આવી હતી. આ એવોર્ડ દ્વારા એસઆરકે નોલેજ ફાઉન્ડેશન એવા વ્યક્તિઓનું સન્માન કરવાનું ચાલુ રાખે છે જેઓ આ મૂલ્યોનું ઉદાહરણ આપે છે, સમાજ ને કંઈક પાછું આપવાના મહત્વને વધુ મજબૂત કરે છે અને અન્ય લોકો ને તેમના પગલે ચાલવા માટે પ્રેરણા આપે છે. આ સમારંભ અંગે શ્રી ગોવિંદ ધોળકિયા એ જણાવ્યું હતું કે “સંતોકબા એવોર્ડ એ કરૂણાની શક્તિ અને વિશ્વ પર સકારાત્મક અસર ઊભી કરવાની પ્રતિબદ્ધતા નો પુરાવો છે. અમને એવા વ્યક્તિઓનું સન્માન કરવામાં ગર્વ છે કે જેમણે પોતાનું જીવન પરિવર્તન લાવવા અને અન્યોને પણ તેવાજ પરિવર્તનો લાવવા માટે પ્રેરિત કરવા માટે સમર્પિત કર્યું છે. આ સન્માન દયાની શક્તિ અને સમાજ પ રતેની ઊંડી અસર ને દર્શાવે છે.” વિખ્યાત ઉદ્યોગપતિ અને પરોપકારી રતનટાટા, આધ્યાત્મિક ગુરૂ આદરણીય દલાઈ લામા, એન્જિનિયર અને ઈનોવેટર સોનમ વાંગચૂક, ભારતની શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયન, અવકાશ વૈજ્ઞાનિક અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના ભૂતપૂર્વ અધ્યક્ષ એ. એસ. કિરણકુમાર અને સામાજિક સુધારક કૈલાશ સત્યાર્થી સહિત અન્યો એ પરોપકારી ઊજવણીના પાયાના પથ્થર તરીકે આ પહેલની પ્રશંસા કરી છે. “મને સમજાયું છે કે કેવી રીતે સ્વપ્ન ધરાવનાર વ્યક્તિ અને દ્રઢનિશ્ચય ધરાવતી વ્યક્તિ સુરત માં રહીને ઘમંડ સાથે નહીં પરંતુ નમ્રતા સાથે માત્ર એક બિઝનેસ જ નહીં પરંતુ વૈશ્વિક બિઝનેસ બનાવી શકે છે. મને સન્માન આપવામાં આવ્યું છે અથવા તમે જે કર્યું છે તે વહેંચતા હું સન્માનની લાગણી અનુભવું છું” એમ શ્રી રતન ટાટા ને જ્યારે સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ થી સન્માનવામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું. “આર્થિક સંસાધનો હોવા છતાં, પરોપકાર માં વ્યસ્ત રહેવું અને અન્ય લોકો માટે ચિંતા કરવી એ ખરેખર પ્રશંસનીય છે. હું માનું છું કે ભારત અને બાકીના વિશ્વે એસઆરકે ની જેમ ભવિષ્ય માટે સમાન સિદ્ધાંતો નું પાલન કરવું જોઈએ. ભગવાન બધાને આશીર્વાદ આપે!”એમ સંતોકબા એવોર્ડ સમારંભ દરમિયાન પરમ આદરણીય દલાઈ લામા એ જણાવ્યું હતું. આ વર્ષ એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ છે કારણ કે એસઆરકેકેએફ તેની 10 મી વર્ષગાંઠ ની પણ ઊજવણી કરી રહ્યું છે, સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ, જે અગાઉ ભારતના માનનીય રાષ્ટ્રપતિ જેવા અગ્રણી વ્યક્તિઓ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો, તે માનવતા વાદી માન્યતા ના ઉચ્ચતમ ધોરણો ને જાળવી રાખે છે. આગામી સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ મેળવનાર મહાનુભાવનું નામ સમારંભ દરમિયાન જાહેર કરવામાં આવશે.
• Share •