સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
શ્રાવણ મહિનાની શરૂઆત સાથે સુરતીઓ વધારે શ્રધ્ધાળુ બનીને ઉપવાસ એકટાણાનો પ્રારંભ કરે છે. હાલમાં સુરતમાં સંખ્યાબંધ લોકો ઉપવાસ કરી રહ્યા છે. આ ઉપવાસમાં સુરતીઓ વિવિધ ફરાળી વાનગી આરોગે છે. આ ફરાળી વાનગી માટે શહેરમાં જુદી-જુદી જગ્યાએ ફરાળી લોટનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં વેચાતો ફરાળી લોટ શુદ્ધ છે કે તેમાં કોઈ ભેળસેળ છે તેની ચકાસણી કરવા માટે પાલિકાના ફૂડ વિભાગની ટીમને આજે સવારથી જ શરૂઆત કરી છે. સુરત શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરાળી લોટનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં જઈને પાલિકા તંત્ર દ્વારા લોટના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. આ ફરાળી લોટના સેમ્પલ નેમ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ સંસ્થા પાસે લીધેલા નમૂનામાં ભેળસેળ જણાશે તો તેની સામે પાલિકા કાર્યવાહી કરશે. ફરાળી લોટમાં જો કોઇ પણ પ્રકારની મિલાવટ કરવામાં આવી હશે તો એ લોકોની આસ્થા સાથે થયેલો ખીલવાડ હશે અને જે લોકો ઇશ્વરની આરાધના માટે ઉપવાસ કે એકટાણા કરે છે તેમની શ્રધ્ધા પર કુઠારાઘાત થશે.
• Share •