સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સચિન નોટીફાઈડ કચેરી ખાતે ડૉ.જી.વી.સી.એલ.ને લગતા સ્થાનિક પ્રશ્નોનાં નિરાકરણ માટે મીટીંગ યોજાય હતી. સુંદર બેઠકમાં કી.જી.વી.સી.એલ. તરફેથી અધિક્ષક ઈજનેરશ્રી એ.જી.પટેલ, સુરત સીટી સર્કલ, કાર્યપાલક ઈજનેરથી બી.ડી. ગલાણી, અને ના.કા.ઈજનેરથી સી.એસ.માલી, સુરત ઈન્ડસ્ટ્રીયલ ડીવીઝન, નાયય ઈજનેરથી સનીભાઈ સચીન ઈન્ડ. સબ ડીવીઝન, તથા સચીન ઈન્ડસ્ટ્રીપલ એસોસીએશન તરફેથી નિલેશ લીંબાસિયા, નિલેશ ગામી, મયુર ગોળવાલા, ડી.જી.વી.સી.એલ. કમિટી ચેરમેનશ્રી કિશોર પટેલ, ભીખુ નાકરાણી, એમ વરમાર, વસંત લાખાણી, ગૌરાંગ ચપટવાલા હાજર રહેલ.
સચીન સબ ડીવીઝન કચેરી ખાતે હાલ એકજ કમ્પલેન નંબર કાર્યરત છે. જે વ્યવસ્થા અપુરતી હોઈ, બીજો કમ્પલેન નંબર ચાલુ કરવા માટે નવો મોબાઈલ નંબર તથા સીમકાર્ડ લેવા નકકી કરેલ છે. વિજ ગ્રાહકો પ્યારા સચીન સબ ડીવીઝન કચેરીમાં રોજબરોજ કરવામાં આવતી કમ્પલેનોના નિરાકરણ માટે હાલ બે ફોર વિલ ગાડી કાર્યરત છે. જે સુવિદ્યા અપુરતી હોઈ, સમયસર કમ્પલેનો પુરી થઈ શકતી ન હોવાથી બીજી વધારાની એક ગાડી ભાડે રાખવા નક્કી થયેલ છે. અમુક ફીડરોમાં વારંવાર પાવર ટ્રીપીંગની સમસ્યા રહે છે, જેનાં ઝડપી નિરાકરણ માટે ઘટતી કાર્યવાહી હાથ ધરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. સચીન સબ ડીવીઝન કચેરી ખાતે ઓપરેશન એન્ડ પેઉન્ટેનન્સ માટેનો જે સ્ટાખ છે, તેમાંથી ડાયમંડ અને વાપી ટેક્ષટાઈલ પાર્કનો સ્ટાફ અલગ કરવાની કાર્યવાહી ચાલુ છે, જે ઝડપથી પુર્ણ કરવામાં આવશે. હાલ સચીન સબ ડીવીઝન કચેરીમાં એક જુનીયર એન્જીનીયર છે, એક જૂનીયર એન્જીનીયરનો વધારો કરવા નક્કી થયેલ છે. જેથી વહીવટી કામગીરીમાં ઝડપ લાવી શકાય. સચીન જી.આઈ.ડી.સી. સ્થિત સચિન સબ ડિવીઝન કચેરીનાં કાર્યક્ષેત્રમાંથી ડાયમંડ અને લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં જે ફીડરોમાંથી પાવર સપ્લાય જાય છે. તે ફીડરોનો પાવર સપ્લાય અલગ કરવાની કાર્યવાહી ચાલુ છે. તે ઝડપથી પુરી કરાવવા નકકી થયેલ છે. 0) સચીન વસાહતમાં રોડ નં.૨ ના નાકે આવેલ પ્લોટ નં. સીએમ-૧ માં ઝડપથી ૨૨૦ કે.વી.નું સબ સ્ટેશન જેટકો દ્વારા ઉભું કરવામાં આવે તે માટે ઘટતી કાર્યવાહી હાથ ઘરવા નકકી થયેલ છે. ટોટલ ૯૦ ફીડરો હોઈ, તેમાં ઓવરલોડેડ ફીડરનાં એમ્બર કન્ટ્રોલમાં કરવાની ચર્ચા થયેલ. જે અંગે ડીજીવીસીએલ તરફથી ઝડપથી ઘટતી કાર્યવાહી હાથ ઘરવા જણાવેલ છે. જેથી કરી પાવર ટ્રીપીંગની સમસ્યા થતી અટકાવી શકાય. અન્ડર ગ્રાઉન્ડ ડેમલીંગની જે કામગીરી થયેલ છે, જેમાં કોઈક કારણોસર ફીડર ખોટમાં જાય તેવા સંજોગોમાં તાકીદે સ્વીચઓવર કરી લાઈન ચાલુ કરી શકાય તે માટેની સુવિધા ઉભી કરાવવા નકકી થયેલ છે.
• Share •