Page Views: 10795

શ્રીમતી તૃપ્તિબેન પિયુષભાઈ શાહ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુમોદન આપી જહાંગીરપુરા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

શ્રીમતી તૃપ્તિબેન પિયુષભાઈ શાહ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ દેશભરમાં નાગરિકો તેમની માતાના સન્માનમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણને મજબૂત કરવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે એસ.એમ.સી પાર્ટી પ્લોટ, અંકુર હાઇટ્સ ની પાછળ , જહાંગીર પુરા ખાતે 250 થી વધારે વૃક્ષો શ્રીમતી તૃપ્તિબેન પિયુષભાઈ શાહ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત Svp ની બહેનો તથા માનનીય પૂર્વ રેલ્વે તથા કાપડ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ માનનીય પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નિરવભાઈ શાહ તથા શ્રી કોર્પોરેટર કેતનભાઇ મહેતા સાથે મળીને વૃક્ષારોપણ થકી પ્રકૃતિની આરાધના કરી હતી. આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ શરૂ કરેલા #एक_पेड़_मॉं_के_नाम અભિયાનને જન ભાગીદારી થકી મહાઅભિયાન બનાવવા આપ સહુને નમ્રભાવે અપીલ કરવામાં આવી છે.