Page Views: 10169

સુરતમાં અતુલ ઓટો લી.ના ઇ-રિક્ષાના શો રૂમનો આજથી થયો પ્રારંભ

હવેથી સુરતના આંગણે મળશે પેસેન્જર અને કાર્ગો ઇ રિક્ષા

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

ડીઝલ ઓટો રિક્ષા ક્ષેત્રમાં અગ્રગણ્ય નામ ધરાવતી અતુલ ઓટો લી. દ્વારા હવે ઇ વ્હીકલની દૂનિયામાં પ્રવેશ કરવામાં આવ્યો છે. આજે સુરત શહેરમાં અતુલ ઓટો લી.ના ઇ રિક્ષાના શો રૂમનો શુભારંભ થયો છે. હવેથી સુરતના માર્ગો પર પર્યાવરણનું જતન કરતી અતુલ ઓટોની પેસેન્જર તેમજ કાર્ગો રિક્ષાઓ જોવા મળશે.

ઇલેક્ટ્રિક વાહનો માં અગ્રણી કંપની અતુલ ઓટો લિમિટેડ સુરતમાં તેમની ઇલેક્ટ્રિક રેન્જના વાહનો માટે સુરત શહેરના ઉધના રોડ નંબર-9 ખાતે શ્રી લક્ષ્મી મોટર્સના શો રૂમનો પ્રારંભ થયો છે. સુરતમાં અતુલ ઓટોની ઇ રિક્ષાઓ હવે ઉપલબ્ધ થશે તેમજ નવા સ્ટોરમાં અતુલના નવા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સનું નિદર્શન કરવામાં આવ્યુ  છે, જે પેસેન્જર (મોબિલી) અને કાર્ગો (એનર્જી) એમ બંને સેગમેન્ટમાં ઉપલબ્ધ છે. આ અત્યાધુનિક વાહનો ડ્યુઅલ બેટરી ઓપ્શન ધરાવે છે, જે તેમના સેગમેન્ટમાં પ્રથમ છે, જે અનુક્રમે 210 કિમી અને 180 કિ.મી.ની પ્રભાવશાળી રેન્જ ઓફર કરે છે.

આ શુભારંભ અતુલની આક્રમક વિસ્તરણ યોજનાનો એક ભાગ છે, જેમાં આ મહિને ભારતના મોટા શહેરોમાં 20 નવી ડીલરશીપ ખુલવા જઈ રહી છે. કંપનીનું લક્ષ્ય એક મજબૂત ઇવી નેટવર્ક સ્થાપિત કરવાનું છે, જે લોકો માટે લાસ્ટમાઈલ પરિવહન વધુ સુલભ અને સુવિધાજનક બનાવે છે. અતુલના ઇલેક્ટ્રિક વાહનો અત્યાધુનિક ઇવી ટેકનોલોજી સાથે મજબૂત બિલ્ડ ક્વોલિટીને અને ઉત્કૃષ્ટ દેખાવમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 10,000 વાહનો વેચવાના લક્ષ્યાંક સાથે અતુલ ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગમાં ઇલેક્ટ્રિક ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.

અતુલ ઓટો લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિરજ ચંદ્રાએ જણાવ્યું હતું કે, અમે અમારી ઇલેક્ટ્રિક રેન્જ સુરત માં લાવવા અને દેશ ભરમાં અમારી હાજરી વધારવા માટે રોમાંચિત છીએ." "નવીનતા, ટકાઉપણું અને ગ્રાહકોના સંતોષ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમને સીમાઓને આગળ ધપાવવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરે છે."