સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સમસ્ત દેપલા ગામ પટેલ સમાજ સુરત દ્વારા 11મી ફેબ્રુઆરીના રોજ પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ લગ્નોત્સવમાં સાત નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેપલા ગામના ્અગ્રણી ગણેશભાઇ ઘેવરિયાએ યુવાનોને સંતોષકારક જીવન જીવવાનો માર્ગ બતાવતા કોઇ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા માટે આહવાન કર્યું હતું. તો આત્મ હત્યા નિવારણ માટે કુમારી રાજવી ઘોળિયાએ દીકરી વિશે નારી તુ નારાયણી, વિશે વાત કહી હતી. ડો.ચંન્દ્રકાંત ઘેવરિયાએ સીપીઆરની સમજણ આપવા સાથે લાઇવ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો. ડો. ધારાબેન ઘેવરિયાએ બહેનો માટે અંધશ્રધ્ધા નિવારણ અને મોટીવેશ સ્પીચ આપી હતી. કુ.ધાર્મી દિયોરાએ દીકરી વિશે બેટી બચાવો બેટી પઢાઓ અંગે સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રક્તદાન શિબીરનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. ડો.બાબુલાલ ધોળિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન ડો.ડી ડી દિયોરાએ કર્યુ હતું.
• Share •