Page Views: 7103

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો’ તથા ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો’માં ત્રણ દિવસમાં 21 હજાર વિઝીટર્સે મુલાકાત લીધી

હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોમાં ડોનેટ લાઇફના માધ્યમથી ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા સહિત ૧રપથી વધુ શહેરીજનોએ અંગદાનના સંકલ્પ પત્ર ભર્યા

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને શહેરીજનોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ત્રણ દિવસમાં ર૧ હજાર જેટલા વિઝીટર્સે એક્ષ્પોની મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સ્ટોલધારકો દ્વારા બાય વન ગેટ વન ફ્રી તથા ૧૦ ટકાથી લઇને પ૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવતા ત્રણ દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ જામી હતી. નમકીન અને બેકરીની આઇટમોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની મોટા પાયે ખરીદી નીકળતા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળ્યો હતો. ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં ભાગ લેનારા પાર્ટીસિપેટ્‌સને રિટેઇલમાં સારી ઓફરને કારણે ઘણો લાભ થયો હતો. કંપનીઓને ફ્રેન્ચાઇજી અને ડીલર્સ માટેની ઇન્કવાયરી પણ જનરેટ થઈ હતી. સાથે જ ડિલરોને વિવિધ કંપનીઓ તરફથી સીધી ઓફર થઇ હતી.

હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોમાં ડોનેટ લાઇફના માધ્યમથી ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા, ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા તથા પૂર્વ પ્રમુખો અમરનાથ ડોરા અને રૂપીન પચ્ચીગર સહિત ૧રપથી વધુ શહેરીજનોએ અંગદાનના સંકલ્પ પત્ર ભર્યા હતા. આ એક્ષ્પોમાં બિન નિવાસી ભારતીયો તેમજ બિન નિવાસી ગુજરાતીઓ અને શહેરીજનોએ મુલાકાત લીધી હતી. મુલાકાતીઓને એકજ છત્ર નીચે સુરતમાં ઉપલબ્ધ સારામાં સારી તબીબી સારવાર તેમજ મેડીકલ સુવિધાઓની જાણકારી મળી હતી.

આથી પ્રદર્શનમાં પ્રથમ દિવસે પરપર, બીજા દિવસે ૧૧ર૦૦ અને ત્રીજા દિવસે ૪પ૪૦ લોકોએ પરિવારની સાથે મુલાકાત લીધી હતી. આમ ત્રણ દિવસમાં કુલ ર૦,૯૯ર જેટલા લોકોએ પ્રદર્શનની મુલાકાત લઇને ખરીદી કરી હતી. આ ઉપરાંત યુવા ઉદ્યોગ સાહસિકોને બેકરી પ્રોડકટ બનાવવા માટે નાનો વ્યવસાય શરૂ કરવો હોય તો એના માટે રૂપિયા ૩ લાખથી લઇને રૂપિયા ૧૦–૧પ લાખ સુધીના પ્રોજેકટ સંબંધિત માહિતી પણ પ્રદર્શનમાં તેઓને મળી હતી. તદુપરાંત બેકરી પ્રોડકટ બનાવવા માટે મશીનરીની માહિતી યુ–ટયુબ ઉપર સર્ચ કરતા યુવાનોને આ પ્રદર્શનમાં રૂબરૂ પ્લાન્ટ નાંખવા માટે તથા બેકરીના વિવિધ પ્રોડકટ્‌સ સંબંધિત માહિતી મળી હતી.