Page Views: 6970

પેટીએમ અંગે ફેર વિચારણાની શક્યતા નહીવત્ હોવાનું જણાવતી આરબીઆઇ

પેટીએમના વોલેટ, ફાસ્ટેગ ને અન્ય સેવાઓ પર પ્રતિબંધ જારી રહેશે

નવી દિલ્હી-વર્તમાન ન્યૂઝ.કોમ

 પેટીએમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોમવારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે,  પેટીએમની પેમેન્ટ્સ બેંક વિરૂદ્ધ કરાયેલી કાર્યવાહીની સમીક્ષાની શક્યતા ના બરાબર છે. ગત 31 જાન્યુઆરી 2024એ રિઝર્વ બેંકે Paytm બેંક (PPBL) વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમણે 29 ફેબ્રુઆરી બાદ કોઇપણ રીતની ડિપોઝિટ કે ટોપ-અપ સ્વીકાર કરવાનો પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ પ્રતિબંધ તેમના વોલેટ, ફાસ્ટેગ અને અન્ય સેવાઓ પર પણ લાગૂ રહેશે.

સોમવારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા RBI ગવર્નરે કહ્યું કે,  પેટીએમની પેમેન્ટ્સ બેંક વિરૂદ્ધ કરાયેલા નિર્ણયની સમીક્ષાની કોઈ શક્યતા ના બરાબર છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, RBI વ્યાપક મૂલ્યાંકન બાદ જ નિયમન કરાયેલ એકમો સામે કોઈપણ પગલાં લે છે. વધુમાં કહ્યું કે, RBI ફિનટેક સેક્ટરનું સમર્થન કરે છે. તેઓ ગ્રાહકોના હિતોની રક્ષાની સાથોસાથ નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. આશા છે કે કેન્દ્રીય બેન્ક જલ્દીથી Paytm મામલે પર FQનું એક સેટ જાહેર કરશે.  પેટીએમએ પોતાના બ્લોગમાં કહ્યું કે, અમે પોતાના યૂઝર્સ અને વેપારી ભાગીદારોને ખાતરી આપીએ છીએ કે  પેટીએમની બેંક - એન્ડ બેંક તરીકે કામ કરે છે, અમે આ સેવાઓને અન્ય ભાગીદાર બેંકોમાં કોઈ બાધા વગર સ્થાનાંતરિક કરી શકીએ છીએ.