Page Views: 26436

રાંદેરમાં પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે વેપારી ઝડપાયો

પોલીસે અલગ અલગ બ્રાન્ડની સિગારેટનો જથ્થો જપ્ત કર્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરત શહેરમાં રાંદેર પોલીસે અડાજણ ખાતેથી પ્રતિબંધિત સિગારેટના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી પોલીસે સિગારેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસને બાતમી નળી હતી કે, અડાજણ મકનજી પાર્ક ખાતે આવેલા લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોપાલ નમકિન નામે દુકાન ચલાવતા પરેશ રમણલાલ શાહ નામના વેપારી પ્રતિબંધિત સિગારેટનો ગેરકાયદેસર વેપાર કરે છે. જેથી પોલીસની ટીમે આ સ્થળ પર છાપો માર્ટો હતો અને અલગ અલગ કંપનીની પ્રતિબંધિત સિગારેટનો રૂપિયા 70 હજારની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે તેમજ આ વેપારી ક્યાંથી આ સિગરેટનો જથ્થો લાવ્યો હતો અને તેનું વેંચાણ કોને કરે છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.