નવી દિલ્હી-23-04-2020
ભારતમાં કોરોનાના સંક્રમીતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. અને આ સંક્રમણને ફેલાવવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જયારે દેશના પાંચ મહાનગરોમાં કે જ્યાં કોરોનાના સંક્રમીતોની વધુ સંખ્યાએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે. જયારે આ જ પાંચ મહાનગરોમાં દર્દીઓના સાજા થવાની ઓછી સંખ્યાએ પણ સરકારની ચિંતા વધારી છે.
દેશમાં મુંબઈ, ઈન્દોર, જયપુર, અમદાવાદ અને પુણે જેવા આ પાંચ મહાનગરોમાં કોરોના વયારસના દર્દીઓનો રાફડો ફાટેલો છે. આ મોટા શહેરોમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ મહાનગરોમાં વાયરસને વધારે ફેલાતો અટકાવવા માટે પાછલા ૧૦ દિવસમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધારીને લગભગ બે ગણી કરીને યુદ્ઘના સ્તરે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, દ્યણી જગ્યો પર ટેસ્ટિંગ માટેની પુરતી સુવિધાઓનો અભાવ છે. જયારે આ મહાનગરોમાં દર્દીઓને સાજા થવાનો ડર પણ નીચો અને મૃત્યુદર ઊંચો હોવાથી કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં આ રીતે ૧૩૦ કલસ્ટર્સની ઓળખ કરાઈ છે. આખા પુણે શહેરને કન્ટનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું છે. ઈન્દોરને પાછલા ૧૦ દિવસમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા બે ગણી વધારીને ૧૭૦થી વધારે પહોંચી છે. જયપુરમાં સૌથી વધુ અસરગ્રસ્ત રામજંગ વિસ્તારમાં કન્ટેનમેન્ટ માટે ૩૦ કલસ્ટર્સની ઓળખ કરી છે.
કેન્દ્ર સરકારના આકડાઓ મુજબ, સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓને સાજા થવાનો દર ૧૯ ટકા કરતા વધુ છે. જયારે મુંબઈ, અમદાવાદ, ઈન્દોર અને જયપુર જેવા પાંચ વધુ સંક્રમિત મહાનગરોમાં કોરોના વાયરસના દર્દીઓનો સ્વસ્થ થવાનો દર નીચો છે. જયપુર અને ઈન્દોરમાં રિકવરી રેટ ૮ ટકાથી નીચો છે, જયારે અમદાવાદમાં ૧૦ ટકા છે. જયારે મુંબઈમાં રિકવરી રેટ ૧૩ ટકા છે, જયાં સંક્રમિતોનો આંકડો સૌથી ઊંચો છે. જયારે સાજા થનાર દર્દીઓની સંખ્યાની સામે આ મહાનગરોમાં વાયરસથી મરનારા દર્દીઓની સંખ્યા પણ વધુ છે. આ મામલે સૌથી સારું પ્રદર્શન દિલ્હીનું છે જયાં રિકવરી રેટ ૨૮ ટકા છે.
એક અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે કન્ટેનમેન્ટ ઝોન અને ટેસ્ટિંગની સંખ્યા વધારીને ૩ મે સુધી જેટલું વધુ બની શકે તેટલું કોરોના સક્રિય કેસોને ઘટાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. ૩ મે પછી આ ૬ મહાનગરોમાં તબક્કાવાર રીતે લોકડાઉન હટાવવામાં આવી શકે છે, પણ સંપૂર્ણ ઢીલ નહી આપવામાં આવે.
• Share •