સુરત-27-08-2019
આગામી તારીખ છ સપ્ટેમ્બરથી સુરત શહેર સહિત સમગ્ર રાજ્યના સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ ચીલ ઝડપ રિલિઝ થવાની છે. આ અંગે વિગતો આપતા ચીલ ઝડપ ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા આવેલા ગુજરાતી નાટક ચીલ ઝડપની જ સ્ટોરીને ગુજરાતી ફિલ્મમાં કંડારવામાં આવી છે. આ ફિલ્મમાં દર્શન જરીવાલા, સોનિયા શાહ, જૈમિન ત્રિવેદી અને સુશાંત સીંગ લીડ રોલ કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રથમ વખત હિન્દી ફિલ્મોની ગાયીકા ઉષા ઉત્થુપ દ્વારા ગુજરાતી ગીત ગાવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટોરી એવી છે કે, ત્રીસ વર્ષની સ્વતંત્ર વિચાર ધરાવતી રિચા નામની છોકરી એક બેન્કમાં કામ કરે છે અને તેને મુંબઇ શહેરમાં હંમેશા પૈસાની ખેંચ રહે છે. જેના માટે તે બેન્કના એકાઉન્ટમાં કેટલીક ખોટી ગોઠવણ કરીને નાની મોટી છેતરપિંડી કરતી હોય છે એક દિવસ ડ્રગ્સ ચોર ગોપી જયશ્વાલ તેને બેન્ક લુંટી લેવાની ધમકી આપે છે અને એસીપી ગોહિલ દ્વારા આ વાત સાંભળવામાં આવે છે પછી ચોર પોલીસની રમત શરૂ થાય છે. થ્રીલ સાથે કોમેડી ફિલ્મ સુરતના દર્શકોને આગામી છ સપ્ટેમ્બરથી સિનેમા ઘરોમાં જોવા મળશે.
• Share •