Page Views: 100662

‘ગુંજન – ડોક્ટર્સ ઓન મ્યુઝીકલ બીટ્સ’માં ડોકટરોના કાંઠે જુના ગીતો ગુંજશે

તમામ સંગીત પ્રેમીઓને આ કાર્યક્રમ માણવાનું નિશુલ્ક આમંત્રણ

સુરત-27-08-2019

‘ગુંજન – ડોક્ટર્સ ઓન મ્યુઝીકલ બીટ્સ’ દ્વારા જુના યાદગાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રવિવાર, તા. ૧ સપ્ટેમ્બરે સાંજે ૭.૩૦ કલાકે, રંગભવન, જીવન ભારતી સ્કૂલ, નાનપુરા, સુરત મુકામે યોજાશે. આ કાર્યક્રમમાં અલ્પેશ શાહ, ડૉ. ફાલ્ગુની શાહ, હિતાંશી સોની, ડૉ. કિરીટ રાઠોડ, ડૉ. કિશોર પવાર, મહેક સોની, ડૉ. મેઘા કીકાગણેશ, મુકુન્દ પંવાર, નેહા પંવાર, ડૉ. પારુલ દેસાઈ, ડૉ. પ્રવીણ સોની, ડૉ. સંજય શર્મા, ડૉ. સંજીવ જૈન તથા સંતોષ સોની ગીતોની રજૂઆત કરશે. કાર્યક્રમનું સંચાલન નરેશ કાપડીઆ અને યેશા તથા સિદ્ધિ કરશે. તમામ સંગીત પ્રેમીઓને આ કાર્યક્રમ માણવાનું નિશુલ્ક આમંત્રણ છે. આ કાર્યક્રમના નિશુલ્ક પ્રવેશપત્ર મેળવવા માટે મોબાઈલ નંબર ૯૮૨૪૮ ૭૪૭૪૦ અથવા ૬૩૫૩૪ ૫૪૪૯૪નો સંપર્ક કરવાની વિનંતી છે.