Page Views: 121169

કોથમીરના દલાલ પાસે રૂ.20 લાખની ખંડણી માંગનાર વસીમ બિલ્લા ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચની ટીમે કામરેજ ટોલપ્લાઝા નજીકથી દબોચી લીધો

 

સુરત-17-8-2019

કોથમીરની દલાલી કરનારાને ધાક ધમકી આપીને ખંડણી માંગનારા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કામરેજ ટોલ પ્લાઝા ખાતેથી ઝડપી લઇ તેની પુછપરછ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી વિગતો અનુસાર, ભરૂચના કોથમીરના દલાલ યુસુફખાન હબ્બીબખાન પઠાણને વસીમ બિલ્લા અને તેના સાગરીતોએ ગત તા.20-6-2019ના રોજ ખંડણી માટે ધમકી આપી હતી. વસીમ અને તેના સાગરીતોએ યુસુફખાન પાસેથી રૂપિયા 20 લાખ રોકડા ખંડણી પેટે માંગ્યા હતા અને જો રૂપિયા નહીં આપે તો માર્કેટ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. જેથી યુસુફ પઠાણે આ મામલે સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. વસીમ બિલ્લાને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે વસીમ બિલ્લા કામરેજ ટોલ પ્લાઝા પાસે હોવાની બાતમી પોલીસને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વસીમ બિલ્લાને ઝડપી લીધો હતો. તેમજ તેની ખંડણીના કેસમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વસીમ બિલ્લાની પુછપરછ બાદ તેને વધુ તપાસ અર્થે વરાછા પોલીસને હવાલે કરવામાં આવશે.