Page Views: 152246

મહિલા જાતીય સતામણી અટકાવવા રચાયેલી સુરત જીલ્લા પંચાયતની ફરિયાદ સમિતિના સભ્ય પદે એડવોકેટ પ્રીતિ જોષીની નિમણુક

કમિટીની નિમણુક ત્રણ વર્ષ માટે સુરત જીલ્લા પંચાયતના કાર્યજ્ઞેત્રમાં કરાઈ

સુરત-19-07-2019

ભરત સરકારના કાયદા વિભાગની તારીખ ૨૩મી એપ્રિલ ૨૦૧૩ની વિશાખા ગાઈડલાઈન મુજબ દરેક સરકારી કે ખાનગી સંસ્થાઓએ મહિલાઓની કામકાજના સ્થળે થતી જાતીય સતામણી રોકવા માટે દરેક સંસ્થાએ ફરિયાદ સમિતિ રચવાની હોય છે. તે મુજબ સુરત જીલ્લા પંચાયત દ્વારા મહિલાઓની જાતીય સતામણી અટકાવવા ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં છ સભ્યો, જેમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી (પંચાયત-મહિલા), પ્રોગ્રામ ઓફિસર (મહિલા), નાયબ જીલ્લા વિકાસ અધિકારી(મહેકમ), જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઈ.આ. જીલ્લા આંકડા અધિકારી (મહિલા) તથા એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોષીની સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે.

આ કમિટીની નિમણુક ત્રણ વર્ષ માટે સુરત જીલ્લા પંચાયતના કાર્યજ્ઞેત્રમાં કરવામાં આવેલી છે. એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોષી છેલ્લા ૨૫ વર્ષથી વકીલાતના ક્ષેત્રની કામગીરી તથા લંડન અને દુબઈ ખાતેની કાયદાકીય કામગીરી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (લંડન)ની નોંધપાત્ર કામગીરી પ્રશંશનીય રહી છે. આ અગાઉ પણ સુરત મહાનગરપાલિકા અને સ્મીમેરમાં જાતીય સતામણી સમિતિમાં સેવા આપી છે. જે સુરત માટે જ નહિ પરંતુ ગુજરાત અને ભરત માટે ગૌરવની વાત છે.    

0
 Advanced issues found