સુરત-18-07-2019
સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બનવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ તક્ષશિલા આર્કેડમાં હાલ ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલા ડોમનું ડીમોલીશન કરવામાં આવી રહ્યું છે. જે કામગીરી દરમિયાન આજે સાંજે ૭ વાગ્યે આગના ધુમાડા નીકળવા લગતા કામ કરી રહેલા લોકોમાં ભાગદોડ મચી હતી. જયારે તે અંગેનો કોલ ફાયર વિભાગને કરવામાં આવતા જ કાપોદ્રા સહિતના નજીકના ફાયર સ્ટેશનથી ગાડી ઘટના સ્થળે પહોચી હતી. અને કામગીરી શરુ કરી હતી. જયારે આર્કેડમાં નીચેના ભાગે ચાલતા દવાખાનાને પણ ખાલી કરાયું હતું. જયારે આ ઘટનામાં કોઈ પ્રકારે જાનહાની થઇ હોવાનું જાણવા મળ્યું નથી.
• Share •