Page Views: 125745

કેરળમાં હિલ સ્ટેશને પ્રવાસીઓને લઇ જતી જીપ પલટી જતા ગુજરાતના યુવકનું મોત : બે ઘાયલ

પ્રવાસીઓ કેરળ જિલ્લાનો કોટ્ટયમ જિલ્લાના વાગમણ હિલ સ્ટેશન પર જઈ રહ્યા હતા

નવી દિલ્હી-18-07-2019

કેરળમાં એક ગમખ્વાર અકસ્માત બન્યો છે. લેઝર ટ્રેકિંગ દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. પ્રવાસીઓને લઇને જતી જીપ પલટી ખાતા એક ગુજરાત મૂળના યુવકનું મોત થયું હતું. જ્યારે બે લોકો ઇજાગ્રસ્થ થયા હતા.
મળેલ પ્રાથમિક માહિતી પ્રમાણે, કેરળ જિલ્લાનો કોટ્ટયમ જિલ્લાના વાગમણ હિલ સ્ટેશનમાં મુસાફરી માટે જઈ રહ્યા હતા. આ સમયે જ મુસાફરોને લઇને જતી જીપને અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજરાત મૂળના યુવક ૪૪ વર્ષીય દિપક સિંહનું મોત થયું હતું. અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તોને કોટ્ટયમ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. અને બચાવ કામગીરી શરુ કરી હતી.