Page Views: 178374

નર્મદ યુનિવર્સીટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા વેલકમ પાર્ટી યોજાઈ

કાવ્ય અને ગઝલના સહારે કાર્યક્રમ સોનેરી બનાવી, વિદ્યાર્થીઓ ફિલ્મી ગીતોના તાલે જુમ્યા

સુરત-01-09-2018

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના અંગ્રેજી ડિપાર્ટમેન્ટ ના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ગીત, કાવ્ય ગઝલો, સહિતની કરુતીઓ રજૂ કરી  હતી. સાથે સંગીતના તાલે જુમ્યા પણ હતા.

ઉધના-મગદલ્લા રોડ પર આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે આવેલ અંગ્રેજી ડિપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ને આવકારવા માટે વેલકમ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. જયારે ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર રાકેશભાઈ દેસાઈ સહીતના પ્રોફેસરોનું પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે હેડ પ્રોફેસર દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું વેલકમ કરીને તમામ વિદ્યાર્થીઓમાં આગામી ઉજ્વળ ભવિષ્ય ઘડવા માટે શાબ્દિક જોશ ભર્યું હતું. જયારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને દ્રિતીય વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા ગઝલ, કાવ્ય, સહિતની કૃતિઓ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષના સીમરન છાબરા, સીધુ ગોસ્વોમી, શ્રુતિ કાતરીયા, સહિતનાઓ દ્વારા કાવ્યો અને ગઝલ રજૂ કરાયા હતા. તો દ્રિતીય વર્ષના વિદ્યાર્થીઓમાં ઝલક ઠક્કર, શીતલ તિવારી, બંટીસિંઘ, રોશન ટંડેલ,જૈમીની આચાર્યા દ્વારા કૃતિ રજુ કરવામાં આવી હતી. જયારે ઝાલા મેઘનાએ વિવિધ ગીતો રજુ કરીને સૌના મન જીતી લીધા હતા. તો નીરવ સુરતી, હિમાંશી ગઢીયા, કિંજલ ટંડેલ દ્વારા વિવિધ ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દ્રિતીય વર્ષના ઉજાસ પંડયા અને ઝીનલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. બાદ વિદ્યાર્થીઓ ફિલ્મી ગીતોના તાલે જુમ્યા હતા.