Page Views: 149882

સિટીલિંકે ભાઈ-બહેનને અડફેટે લીધા : ભાઈનું મોત

સિટીલિંક બની રહી છે ‘બલીલિંક’; રોજ ના આશરે ૫ થી ૭ અકસ્માત

સુરત-07-05-2018

શહેરના ઉધના મગદલ્લા ખાતે બીઆરટીએસ રૂટ પર આજે એક ગમખ્વાર બનાવ બનવા પામ્યો હતો. જેમાં વેસુમાં સંબંધી ને ત્યાં જતા ભાઈ-બહેન ને બસે અડફેટે લીધા હતા જેમાં બહેનને ગંભીર ઈજા પહોચી હતી. જયારે અક્સમાતમાં ભાઈનું મોત નીપજ્યું હતું. પાલિકાના આ પ્રોજેક્ટ જેટલો લોકોને મદદ રૂપ થઇ રહ્યો છે તેટલો જ લોકોને હાની પણ પહોચાડી રહ્યો છે.જયારે આ સેવાને કોંગ્રેસના કોર્પોરેટરે ‘સિટીલિંક’ ને ‘બલીલિંક’ ગણાવી હતી. જયારે લોકોએ આ બનાવ ને લઈને રેષે ભરાયા હતા અને કંડાક્ટર અને ડ્રાઈવરને માર માર્યો હતો.અને પોલીસને સોપ્યો હતો.

સુરત શહેરની પ્રજાની સુખાકારી માટે શરૂ થયેલ સીટી બસ સેવા અને બી.આર.ટી.એસ. સેવા હવે શાસકો અને વહીવટી તંત્રની સંપૂર્ણ કમિશનનીતિ તથા નિષ્કાળજી સાબિત થઇ રહી છે. તેમજ ધૂતરાષ્ટ્ર અને ગાંધારી શાસનની યાદ આવી જાય એવા અંધ વહીવટના કારણે સિટીલિંક ની તમામ સેવા દ્વારા રોડ પર રોજે રોજ નાના-મોટા આશરે 5 થી 7 અકસ્માત થાય છે. એમાં ઘણાં અકસ્માત તો એટલા ગંભીર થાય કે વ્યક્તિનું અકાળે અવસાન થઈ જાય છે. આવા મહિને લગભગ 4 થી 5 ગંભીર અકસ્માતોના કારણે સિટીલિંક  દિવસે દિવસે "બલીલિંક" બની રહી છે. છતાં આવા માનવતા નેવે મુકનાર, આવા માનવતા વિહીન તંત્રનું પેટનું પાણી હલતું નથી.

કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે આવા ગંભીર અકસ્માતો કરનાર ભાજપના માનીતા ઈજારદારો સામે દબાણવશ થયા વગર તંત્ર તાકીદે યોગ્ય કડક કાર્યવાહી કરે અપેક્ષા રાખીયે છિએ. જયારે આ સિટીલિંક દિવસેને દિવસે ‘બલીલિંક’ બની રહી છે.