Page Views: 188776

ઘોડદોડ રોડ પર ચાર માળની બિલ્ડીંગનો એક ભાગ ધડાકાભેર પડ્યો

બિલ્ડીંગ ખાલી હોવાથી જાનહાની ટળી

સુરત-04-05-2018

ઘોડદોડ રોડની એક સોસાયટીમાં આજે ખાલી ચાર માળની બિલ્ડીંગ ઉતારવામાં આવી રહી હતી. દરમિયાન એ બિલ્ડીંગનો એકભાગ અચાનક જ ધડાકા ભેર પડી ગયો હતો. જોકે બિલ્ડીંગ ખાલી હોવાથી તેમજ તેને પાડવાની કામગીરી ચાલી રહી હતી. તેથી ત્યાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી.

મળેલી વિગતો અનુસાર, ઘોડદોડ રોડ વિસ્તારમાં આદેશ્વર સોસાયટી આવેલી છે. આ સોસાયટીના વિભાગ બીમાં આવેલી ખાલી ચાર માળની બિલ્ડીંગ ને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. પોકલેન્ડ મશીન થી મકાન ઉતારાઈ રહ્યું હતું. તે વેળા એ એજ બિલ્ડીંગ નો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. જાણે પત્તાની બિલ્ડીંગ હોય તેમ ધડાકાભેર પડી હતી. આ બનાવ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને સદનસીબે કોઈ ઈજા થઇ ન હતી. જયારે અચાનક બિલ્ડીંગ નો એક ભાગ પડતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો હતો. જયારે બિલ્ડીંગ પડી ત્યારે ત્યાં શ્રમિકો ન હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. ખાલી બિલ્ડીંગ પાડવામાં આવી રહ્યું હતું ને દરમિયાન બનેલી આ ઘટના એક મોબાઈલ માં કેદ થઇ ગઈ હતી.