Page Views: 170023

વરાછા ના એક યુવક ને ડી-સ્ટાફ ના બે પોલિસ કર્મચારીઓ એ ઢોર મારમાર્યો

વરાછા પોલિસ મથકે નોંધાઈ બંને પોલિસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ

સુરત-20-04-2018

વરાછા માં રહેતા એક યુવક ને વરાછા પોલિસ મથકના ડી-સ્ટાફ ના બે પોલિસ કર્મીઓ ઉચકીને પોલિસ મથકમાં લઇ ગયા હતા જ્યાં ડી સ્ટાફ ની ઓફિસમાં લઇ જઈ તેને પત્તા અને ઢીકમુક્કીનો ઢોર માર મારવામાં આવ્યો હતો. હાલ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં સ્મીમેર હોસ્પીટલમાં દાખલ છે.જયારે વરાછા પોલિસ મથકમાં યુવકને મારામારી તેના ઉપર અત્યાચાર ગુજારનાર ડી-સ્ટાફ ના સંદીપ  અને જાતિન નામના બે પોલીસવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

વરાછા ખાતે આવેલ આંબાવાડી સ્થિત પાટીચાલ માં રહેતો આકાશ મંગુ વસાવા ભંગારની મંજુરી કામ કરે છે.ગત રાતે તેનાં મિત્ર સાથે ઘરપાસે આવેલ મેદાનમાં બેસેલો હતો ત્યારે વરાછા પોલિસ મથક ના ડી સ્ટાફ ના સંદીપ અને જતિન નામનાં પોલીસવાળા આવેલ અને તેને ઉચકીને પોલિસ મથક માં લઇ ગયા હતા. જ્યાં ડી-સ્ટાફ ની ઓફિસમાં તેને પટ્ટા તથા લાતો અને હાથ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. તેનો એક હાથ પણ તોડી નાખ્યો હતો.અને તેના દારૂનો ગુનો બનાવી વિરુદ્ધ પ્રાથમિક કાર્યવાહી કરીને છોડી દેવામાં આવ્યો હતો. જોકે ગંભીર રીતે ઇજા અને ઉલટીઓ થવાના કારણે તેને સારવાર માટે સ્મીમેર માં દાખલ કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે વરાછા પોલિસ મથકમાં સંદીપ અને જતિન નામનાં બે પોલિસ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.જેને લઇ પોલીસે તપાસ શરુ કરી છે.