સુરત-20-04-2018
પાંડેસરામાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી મળી આવેલી બાળકી ની લાશ ના કેસ માં સુરત પોલિસ ને સફળતા હાથ લાગી છે. પોલીસે કરેલી સઘન તપાસ માં બાળકીને તેના જ પરિવારજનોએ મારી નાખી હોવાનું બહાર આવ્યું છે. જેમાં પોલીસે બે લોકોની અટકાયત કરી હોવાનું જાણવામાં આવ્યું છે. જયારે આ હત્યા માં વપરાયેલી કારને પણ પોલીસે કબજે કરી છે. જો કે આ હત્યા ના મુખ્ય આરોપી બાળકીના કાકા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પાંડેસરા માં પ્રિયંકા ગ્રીન પાર્ક રોડ ઉપર સાઈમોહન આવાસ ની ખુલ્લી જગ્યામાંથી ગત તારીખ ૬ઠી એપ્રિલ ના રોજ વહેલી સવારે એક બાળકી નો મૃત દેહ મળ્યો હતો. આ મૃત દેહ મળ્યા બાદ પોલિસ કાર્યવાહી અને ફોરેન્સિક ટેસ્ટમાં બાળકી સાથે ક્રૂર વ્યવહાર કરાયો હોય તેવું બહાર આવ્યું હતું. તેમજ બાળકી પર બળાત્કાર કરાયો હતો.ઉપરાંત બળાત્કાર દરમિયાન કે અગાઉ તેણી ની સાથે મારપીટ કરાઈ હતી. જે બાદ બાળકીનું ગળું દબાવી હત્યા કરી ફેંકી દેવામાં આવી હતી. જયારે પોલીસે બાળકી ની ઓળખ માટે ની ડીસીબી,પીસીબી અને એસ ઓજી સહીત ની પોલીસની ટીમો કામે લાગી હતી. જેમાં બાળકી આંધ્રપ્રદેશની હોવાનું બહાર આવ્યું હતું. બાળકીના પિતા અને તેણીના DNA રીપોર્ટ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન પોલીસ તપાસ માં બાળકીના પરિવારજનો દ્વારા જ આ કૃત્ય કરાયાનું હોવાનું બહાર આવ્યું છે. જેમાં બાળકીના કાકા અને અન્ય ચાર લોકો આ હત્યા માં સંડોવાયેલા છે. જેમાં બાળકીની હત્યા કર્યા બાદ તેની ફેકવા માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે કારને પોલીસે શોધી કાઢી છે. તેમજ હત્યામાં સંડોવાયેલા પૈકી માંથી અમદાવાદ ક્રાઈમબ્રાંચ પોલીસે બે હત્યારાની ઉત્તરપ્રદેશથી અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.જયારે મુખ્ય આરોપી હોવાનું માનતા બાળકીના કાકા રાજસ્થાન તરફ નાસી છૂટયા હોવાનું જાણવા મળ્યું છે.જો કે હજુ આ મામલે સુરત પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.
• Share •