વડાપ્રધાન મોદીએ બ્રિટનમાં ગુજરાતમાં 24 કલાક વીજળી પૂરી પડાય છે તેમજ રોજની 10 થી 20 કિલો ગાળો ખાઉં છું જેવું નિવેદન આપ્યું હતું.
આ નિવેદનને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા આક્ષેપ કરતા કહ્યું હતું કે અત્યારે ભારતમાં ગરમી ચાલી રહી છે ત્યારે આપણા વડાપ્રધાન ભારત બહારના ઠંડા દેશમાં છે પણ આવા જુઠાણું ફેલાવાનું બંધ કરે.મોઢવાડીયાએ કહ્યું કે ભાજપની સરકારમાં માત્ર 8 કલાક જ ખેડૂતો ને વિજળી મળે છે અને ગુજરાત જ આવું રાજ્ય છે જે 16 નંબર ઉપર આવે છે તેમજ ગુજરાત બહાર જ્યાં ભાજપનું રાજ્ય નથી ત્યાં 24 કલાક વીજળી આપવામાં આવે છે. મોંઘી વીજળી આપવામાં ગુજરાત ટોચના સ્થાને જેવા આક્ષેપ કર્યા છે.
• Share •