રાજકોટ:-
રાજકોટમાં આંબેડકરની પ્રતિમા ગાયબ થઈ ગયાની ઘટના સામે આવી છે. રાજકોટમાં આવેલા રાજનગર ચોકની આ ઘટના છે જ્યાંથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કોઈએ હટાવી દીધી હોવાનું સામે આવ્યું છે.
લોકો દ્વારા તેવી પણ આશંકા સેવાઈ રહી છે કે, આંબેડકરની પ્રતિમા RMCએ હટાવી છે. આંબેડકરની પ્રતિમા આ રીતે હટાવી દેવાથી દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.રોષે ભરાયેલા દલિત સમાજના ટોળા માર્ગો પર ઉતરી આવ્યા છે, અને રસ્તા ચક્કાજામ કર્યા છે. આવી સ્થિતિને જોતા રાજકોટ શહેરમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
• Share •