Page Views: 151264

રોકડ ની અછત દુર કરવા સરકાર રોજની ૨૫૦૦ કરોડની ૫૦૦ની નવી નોટ છાપશે

નજીક ના દિવસોમાં રોકડની અછત થશે દુર

સુરત-17-04-2018

દેશના કેટલાક રાજ્યો માં છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલી રોકડ ની અછત ને પહોચી વળવા સરકારે એક નિર્ણય લીધો છે. જેથી લોકોને પડતી રોકડ ની અછત ને પહોચી શકાશે. કેન્દ્ર સરકારના ઇકોનોમિક અફેર્સ ડીપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં ૫૦૦ રૂપિયાની નોટ ને પાંચ ગણી છાપવાનો નિર્ણય લેવાયો છે. જે માર્કેટ માં મુકીને તેને દેશના વિવિધ વિસ્તારોમાં રહેલી કેશ ની અછતને પહોચી શકાશે.

છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ વિસ્તારો જેવા કે મહારાષ્ટ્ર, બિહાર, અને ગુજરાત સહીત ના જીલ્લાઓ માં રોકડની અછત હોવાને કારણે ATM  માં પૈસા ખૂટી ગયા હતા. તેમજ બેંકો અને લોકો ની પાસે પણ પૈસા ની અછત સર્જાતા પૈસા બુમો સંભળાઈ હતી. જે બાદ કેન્દ્ર સરકારે હરકત માં આવીને આ અછતને ટાળવા એક નિર્ણય લીધો છે. જે મુજબ અગામી સમયમાં ૫૦૦ની નોટને પાંચ ગણી છાપવામાં આવશે, અને તેને માર્કેટમાં મુકવામાં આવશે. આ માહિતી કેન્દ્ર ના ઈકોનોમી અફેર્સ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી એસ.સી.ગર્ગ એ આપી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે સરકાર દરરોજ ૫૦૦ કરોડ રૂપિયાની ૫૦૦ની નોટ છાપે છે. જેને વધારીને ૨૫૦૦ કરોડ રૂપિયાની ૫૦૦ની નોટ છાપવામાં આવશે. તે હાલ છપાતી રોકડના પાંચ ગણી હશે. જયારે આ મામલે રાજ્યોના ફાઈનાન્સ મીનીસ્ટર એવા શિવ પ્રતાપ શુક્લા એ જણાવ્યું હતું કે સરકાર ની કમિટી આ રોકડ ની અછતના પ્રોબ્લમ ને શોધી તેને બે થી ત્રણ દિવસ માં દુર કરશે. જયારે બેન્કરો માની રહ્યા છે કે લોકો દ્વારા રૂપિયા ૨૦૦૦ની નોટ નો સંગ્રહ કરી રહ્યો છે. નોટબંધી પછી રૂપિયા ૫ લાખ કરોડ ની ૨૦૦૦ ની નોટો છાપવા માં આવી છે.