Page Views: 174739

લાઇવ મોબાઇલ ચોરી....

ડીંડોલી વિસ્તારની બે દુકાનોમાં મોબાઇલ ચોરતો આધેડ કેમેરામાં સ્પસ્ટ દેખાય છે જો કે, પોલીસની પકડથી દૂર

સુરત-17-4-2018

સારી કંપનીનો મોબાઇલ ફોન ખરીદવાની વાતો કરી અને સેલ્સમેનની નજર ચુકવીને મોબાઇલ ફોનની ચોરી કરનારા ડીંડોલીના તસ્કરના સીસી ટીવી ફુટેજ છેલ્લા ચાર પાંચ દિવસથી વોટસએપ પર વાયરલ થયા છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી બે અલગ અલગ દુકાનોમાં મોબાઇલ ફોન ખરીદવા માટે ગયેલા આ આધેડ વયના તસ્કરની કરામત એવી છે કે, અન્ય લોકોની દુકાનમાં હાજરી હોવા છતા પણ તે સીફત પુર્વક નવા નક્કોર મોબાઇલ ફોન ચોરવામાં સફળ રહે છે. આ તસ્કર મહારાષ્ટ્રીયનની દુકાન હોય તો મરાઠીમાં વાત કરે છે અને જો ગુજરાતી કે કોઇ મુસ્લીમની દુકાન હોય તો સેલ્સમેન સાથે હિન્દીમાં વાત કરીને સેલ્સમેન પાસેથી ઉંચી કિંમતનો મોબાઇલ માંગ્યા બાદ તેના ફિચર્સ જોવાના બહાને ધીમેથી બોક્સમાંથી મોબાઇલ ફોન સેરવી લઇને ખીસ્સામાં મુકીને પલાયન થઇ જાય છે. ડીંડોલી વિસ્તારની બે દુકાનોના સીસી ટીવી ફુટેજમાં દેખાતો આ યુવાન જો કોઇને નજીકના મોબાઇલ શો રૂમમાં કે અન્ય કોઇ સ્થળે નજર પડે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે વિનંતી કરવામાં આવી છે.