Page Views: 187569

નાના વરાછા ચીકુવાડી સંસ્કાર કેન્દ્ર ખાતે આજથી જનમંગલ નામાવલી કથા પારાયણનો પ્રારંભ

મહાપુજા, અભિષેક, ફલફુટોત્સવ, જળયાત્રા અને ઘનશ્યામ મહારાજની છાબ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે

સુરત-14-4-2018

 

અમરેલી શાખા શ્રી સ્વામિનારાયણ મંહિલા સંસ્કાર કેન્દ્ર ચીકુવાડી સુરત ખાતે બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના અગિયારમાં પાટોત્સવનો પ્રારંભ આજરોજ શનિવાર તા.14મી એપ્રિલના રોજથી થયો છે. આ અંગે વિગતો આપતા પાટોત્સવના મુખ્ય યજમાન ઉર્મિલાબેન હસમુખભાઇ પડસાળા, ગીરાબેન ઘનશ્યામભાઇ પડસાળા તેમજ મનિષાબેન હરેશભાઇ દામાણીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પુર્ણકૃપાથી તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ રાકેશ પ્રસાદજી મહારાજ અને અખંડ સૌભાગ્યવતી પરમ પૂજ્ય ગાદીવાળાશ્રીના શુભ આશિર્વાદથી તેમજ પૂજ્ય સાંખ્યયોગી શ્રી લીલાબા અમરેલીની દિવ્ય પ્રેરણાથી સુરત શહેર ખાતે નાના વરાછા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર ચીકુવાડી ખાતે આજ રોજ શનિવારથી આગામી તા.18-4-2018 અખાત્રીજ સુધી પંચદિનાત્મક જનમંગલ નામાવલી કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના વક્તા પદે શ્રી લીલાબાના શીષ્યા રેખાબેન સંગીત સાથે કથામૃતનું રસપાન કરાવશે. આજ રોજ બપોરે 2.30 કલાકે યોગીકૃપા સોસાયટી મહાવીર સામે પૂણા સીમાડા રોડ નરેશભાઇ શંભુભાઇ જાણાણી તથા પરષોત્તમભાઇ શંભુભાઇ જાગાણીના નિવાસ સ્થાનેથી નીકળી અને કથા સ્થળ  શ્રી સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર પ્લોટ નંબર 182, સ્વાતી સોસાયટી વિભાગ 3 ચોપાટીની સામે ચીકુવાડી નાના વરાછા ખાતે  પહોંચી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલા ભક્તગણે ભાગ લીધો હતો. જનમંગલ કથા પારાયણ દરમ્યાન પ્રસંગને અનુરૂપ ઉત્સવો ઉજવવામાં આવશે. જનમંગલ નામાવલી કથામૃત નો સમય દર રોજ બપોર પછી 2.30 કલાકથી સાંજે સાત વાગ્યા સુધીનો રહેશે. કથાના મુખ્ય યજમાન તરીકે ગોદાવરીબેન શંભુભાઇ જાગાણીની સ્મૃતિ અર્થે ભાવિકાબેન નરેશભાઇ જાગાણી તથા વર્ષાબેન  પરષોત્તમભાઇ જાગાણીએ સેવાનો લાભ આપ્યો છે. કથા દરમિયાન મહાપુજા, અભિષેક, ફલફુટોત્સવ, જળયાત્રા અને ઘનશ્યામ મહારાજની છાબ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. સર્વ ધર્મપ્રેમી ભક્તોને આ પ્રસંગોમાં ઉપસ્થિત રહીને આશિર્વચન સ્વિકારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.