Page Views: 147605

વસંત ગજેરાના વધુ રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવી

ફર્ધર રિમાન્ડના ગ્રાઉન્ડ રજૂ કરવામાં પોલીસે રટ્ટા મારતા વસંતભાઇને લાજપોર જેલ હવાલે કરવા કોર્ટનો આદેશ

સુરત-27-3-2018

વેસુ ખાતે આવેલી જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરી અને પચાવી પાડવાના કેસમાં હાઇકોર્ટના આદેશ બાદ ઉમરા પોલીસે શહેરના ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. વસંતભાઇના છ દિવસના રિમાન્ડ મેળવીને તેમની તપાસ કરવામાં આવ્યા બાદ આજે તેમના રિમાન્ડ પુરા થતા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરીને વધુ ચાર દિવસના રિમાન્ડની મા્ંગણી કરી હતી. પોલીસે કોર્ટ સામે વસંત ભાઇના રિમાન્ડ માટે જે ગ્રાઉન્ડ રજૂ કર્યા હતા તે તમામ જુના કારણો ને જ ગોળ ગોળ ફેરવીને રટ્ટા મારતા હોય એ રીતે રજૂઆત કરી હતી. પોલીસની આ તમામ માંગણીઓનો અસ્વિકાર કરવા સાથે કોર્ટે વસંતભાઇ ગજેરાને લાજપોર જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. છ દિવસની પોલીસ તપાસમાં ઉમરા પોલીસ ખાસ કંઇ ઉકાળી ન શકી હોવાનું જાણકારોનું કહેવુ છે અને હવે કદાચ પોલીસ આવનારા દિવસોમાં આ કેસમાં રિમાન્ડ રિવિઝન અરજી દાખલ કરે એવી સંભાવના પણ જોવામાં આવી રહી છે.