નવી દિલ્હી:
સુપ્રીમ કોર્ટના ઈચ્છામૃત્યુના ચુકાદાને સ્વાસ્થ્યના નિષ્ણાંતોએ આવકાર્યો હતો. ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ)એ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસીક ચુકાદો છે, આ ચુકાદાએ એ પુરવાર કર્યું કે વ્યક્તિને સમ્માનની સાથે જીવવાની સાથે સમ્માનની સાથે મૃત્યુનો પણ અધિકાર છે.
ચુકાદા અંગે પોતાનું મંતવ્ય આપતી વેળાએ એઆઇઆઇએમએસના અસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રસુન ચેટર્જીએ જણાવ્યું હતું કે લિવિંગ વિલની અનુમતી આપીને સુપ્રીમ કોર્ટે ઇચ્છા મૃત્યુને વધુ સરળ બનાવી દીધુ છે. વિકસિત દેશોમાં આ છુટછાટ પહેલાથી જ છે. કાયદો કહે છે કે જો કોઇ દર્દી માનસીક કે શારીરીક રીતે સક્ષમ ન હોય તો આવી સ્થિતિમાં દર્દીની પત્ની કે પતી અથવા સંતાનો આ નિર્ણય લઇ શકે છે. ડોક્ટરોને પણ આ અંગે નિર્ણય લેવામાં સરળતા રહેશે. જોકે બીજી તરફ એશિયાના મેડિકલ અસોસિયેશનન કન્ફેડરેશનના ઉપ પ્રમુખ ડો. કે.કે. અગ્રવાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનો જોકે ઓગ્ય રીતે અમલ થવો જોઇએ, એવી પણ શક્યતાઓ છે કે દર્દી પર તેના પરિવારજનો જ લિવિંગ વિલ બનાવવા માટે દબાણ કરી શકે છે. આવું કોઇ પણ પ્રકારનું દબાણ દર્દી પર ન થાય તે જોવાની જવાબદારી સરકારની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે જીવન અશક્ય હોય તેવા કિસ્સામાં દર્દીઓ માટે ઇચ્છા મૃત્યુને કાયદેસર જાહેર કરી દીધુ છે. જોકે આ માટે કેટલીક ગાઇડલાઇન પણ તૈયાર કરાશે જેને અનુસરીને એવી વ્યક્તિને ઇચ્છા મૃત્યુનો અધિકાર રહેશે કે જેના માટે જીવવું અતી પીડાદાયક હોય. આવા દર્દીની અનુમતી સાથે મેડિકલ બોર્ડના અભિપ્રાય બાદ જ ઇચ્છામૃત્યુ આપી શકાશે.
ઇચ્છામૃત્યુને લગતા કેટલાક ચર્ચાસ્પદ મુદ્દા :-
જો કોઇ વ્યક્તિ કોમા જેવી સ્થિતિમાં હોય તો સ્વાભાવીક છે કે તે ઇચ્છા મૃત્યુની માગ ન કરી શકે. આવી સ્થિતિમાં તેના પરિવારજનો ઇચ્છે તો આ મંજુરી આપી શકે છે. આવી જોગવાઇ પણ કાયદામાં છે. - કેવી રીતે ઇચ્છા મૃત્યુ આપવામાં આવી શકે ? ઇચ્છામૃત્યુને પેસિવ અને એક્ટિવમાં વિભાજીત કરવામાં આવ્યું છે, પેસિવ ઇચ્છામૃત્યુમાં દર્દીને તેની ઇચ્છાથી લીથલ ઇંજેક્શનથી મૃત્યુ આપવામાં આવશે. જ્યારે એક્ટિવ ઇચ્છામૃત્યુમાં દર્દીને લાઇફ સપોર્ટ સિસ્ટમ જેમ કે દવા, એન્ટિ બાયોટિક, વેન્ટિલેટર વગેરેને હટાવી ધીરે ધીરે કુરતી રીતે મરવા દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પેસિવ ઇચ્છા મૃત્યુની અનુમતી આપી છે. - કાયદો અને સરકાર શું કહે છે?
લિવિંગ વિલ શું છે અને કોણ તૈયાર કરે?:-
લિવિંગ વિલ એક પ્રકારનુ વસિયત છે, જેમાં દર્દી પોતે ઇચ્છામૃત્યુ જરુર પડયે આપવામાં આવે તેવું જાહેર કરી શકે છે. આ એક પ્રકારનું વિલ હોય છે. જેને ડોક્ટરોને સારવાર સમયે પણ આપી શકાય છે. જોકે જો કોઇ લિવિંગ વિલ કરે તો પણ મેડિકલ બોર્ડનો અભિપ્રાય લેવો પડશે. આ વિલ બળજબરીથી કે દબાણથી નહીં તૈયાર કરાવાય. - દરેક દર્દીને ઇચ્છા મૃત્યુ આપવામાં આવી શકે? દરેક દર્દીને ઇચ્છામૃત્યુ ન આપી શકાય, એવા જ દર્દીઓને ઇચ્છામૃત્યુ આપવામાં આવશે કે જેના માટે જીવવની આશાઓ પુરી થઇ ગઇ હોય અને કોઇ જ સારવાર તેને અસર ન કરતી હોય. જ્યાં મેડિકલ પણ હાર માની જાય છે તેવા જ કેસમાં ઇચ્છામૃત્યુની છુટ મેડિકલ બોર્ડની અનુમતી બાદ આપી શકાય.
• Share •