સુરત...
મંતવ્ય....
રાજ્ય અને દેશ વિદેશમા બનતી ઘટના અંગે વા'ચકોના મંતવ્ય વા'ચો vartmannews.com
ઉપર....
દિપેશ ભટ્ટ દ્વારા...
આજ ની મહારાષ્ટ્ર ની પરિસ્થિતિ જોઇ ખરેખર દુખ થયું.
આ દેશ ને આઝાદી મળે 70 વર્ષ થયા પરંતુ જે બાબતે બંધ નુ એલાન આપ્યું તે અંત્યત ગંભીર બાબત છે.
મારુ તો અંગત મંતવ્ય છે કોઇ પણ સમાજ ને પોતાની અંગત સિધ્ધિ માટે જાહેર મા ઉજવણી કરવાની મંજુરી જ ન આપવી જોઇએ.
દુખ સાથે કહેવુ પડે છે કે 70 વર્ષે પણ એટલી મેચ્યોરીટી આવી નથી કે આપણે કોઇ સમાજ ના પ્રતિનિધિ તરીકે નહી પણ ભારતીય તરીકે કાર્ય કર્યું છે.
રહી રાજકીય પક્ષો ની વાત તો એ કયારેય સંવેદનશીલ બાબતે પોતાનો મત વ્યક્ત નહી કરે.
જે સાચુ છે તે કહેવા માટે 56 ની છાતી જોઈએ
રાહુલ ગાંધી ના સ્ટેટમેન્ટ વાંચી ઘોર નિરાશા સાંપડી અને મોદી અપેક્ષા અનુસાર ચુપ રહ્યાં.
આ દેશ મા લોકો ને જયભીમ
જય પરશુરામ કે જય સરદાર ને બદલે જયહિન્દ બોલવા કયારેય કોઇ નેતા પ્રોત્સાહીત ન કરી શકયા.
હવે આપણે દરેક સમાજે એક વાત સમજવાની જરુર છે પોતાનાં સમાજ ની શક્તિ નુ પ્રદર્શન ન હોય પરંતુ દેશ હીત મા પ્રદાન હોય .
આવા આંદોલનો ને ઉગતા ડામવા ની દરેક પક્ષો ને ભગવાન શક્તિ આપે.
બાકી ભગવાન ભરોસે તો છીએ જ.
જયહિન્દ
- દિપેશ ભટ્ટ
3/1/18
• Share •