Page Views: 140432

ત્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટમાં પડકારનાર ઈશરત જહાં BJPમાં થઈ સામેલ

ઈશરત જહાંએ કહ્યું- સમર્થન કરતા લોકોની કરીશ મદદ

કોલકાતાઃ

 

          ત્રણ તલાક સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારી પૈકીની એક ઈશરત જહાં બાજેપીમાં સામેલ થઈ ગઈ છે. બીજેપીમાં સામેલ થયા બાદ ઈશરતે કહ્યું કે, જે લોકોએ મારું સમર્થન કર્યું છે તેમની સહાય કરીશ.

              પશ્ચિમ બંગાળના હાવડાની રહેવાસી ઈશરતને તેના પતિએ વર્ષ 2014માં ફોન પર દુબઈથી જ તલાક આપી દીધાં બાદ ત્રિપલ તલાકને ગેરબંધારણીય અને મુસ્લિમ મહિલાઓના ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન ગણાવીને તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતીભાજપમાં સામેલ થયા બાદ ઈશરત જહાંએ કહ્યું કે, ‘મોદીજીએ પીડિતોના હિતને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારો કાયદો બનાવ્યો છે. હું તેનાથી ઘણી ખુશ છે. પાર્ટીની મહિલા વિંગ માટે હું કામ કરીશ.ઈશરત બીજેપીમાં સામેલ થઈ હોવાની  જાણકારી પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ સાયંતન બસુએ આપી. તેમણે કહ્યું કે, ઈશરત જહાં હાવડામાં શનિવારે અમારા પક્ષ સાથે જોડાઈ છે. ભાજપની સ્ટેટ યુનિટ ઈશરતને થોડાં દિવસોમાં સન્માનિત કરશે.