Page Views: 136111

બુટલેગરે પોલીસ પરઝેરી પ્રવાહી ફેંકી કાચના ટુકડાથી હુમલો કર્યો

મહિધરપુરા પોલીસના કાફલા પર બુટલેગર અશોકનો પરિવાર તુટી પડ્યો

સુરત-1-1-2018

શહેરના મહિધરપપુરા પોલીસ સ્ટાફ ઉપર બુટલેગર અને તેના પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બુટલેગરે પોલીસ જવાનો પર જલદ પ્રવાહી ફેંકવા સાથે કાચના ટુકડાથી પણ કેટલાક પોલીસ જવાનોને લોહી લુહાણ કર્યા હતા.

મહિધરપુરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, બેગમપુરા રાણાશેરી ખાતે ગઇ સાંજે મહિધરપુરા પોલીસે બુટલેગર અશોક રાણાના ઘરે છાપો માર્યો હતો અને દારૂની બોટલો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ સમયે અશોક રાણા તેમજ તેની પત્ની અનિતા  અશોક ઉર્ફે ડોકુ ચંપકલાલ રાણાચેવલી શેરી, બેગમપુરા,  સુરત (૩) કંચનબેન ચંપકલાલ રાણારાણા શેરી, બેગમપુરા, સુરત (૪) નયના W/O પરેશ ચંપકલાલ રાણાએ પોલીસ કાફલા પર હુમલો કર્યો હતો. અશોક રાણાએ પોલીસ જવાન મુકેશ તળશીભાઇને કાચના ટુકડાથી ઇજા કરી હતી. ઉપરાંત તેમના મોં પર ઝેરી પ્રવાહી ફેંક્યું હતું. આ સિવાય પણ પોલીસજવાનોને મારપીટ કરીને અશોક રાણા સહિતના આ તમામે ઇજા કરી હતી. બનાવ અંગે મહિધરપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.