Page Views: 161609

નવા વર્ષે જ ક્રેશ થયું વ્હોટ્સઅપ, લોકોએ Twitter પર જઈ નારાજગી દાખવી

વિશ્વમાં મોટા ભાગના લોકોને નવા વર્ષની શુભકામનાઓની આપ લે કરવામાં તકલીફ પડી

સુરત-1-1-2018

નવા વર્ષના પ્રારંભ પહેલા જ  2018ની પૂર્વ સંધ્યાએ સોશ્યલ મિડીયાની સૌથી લોકપ્રિય એપ વ્હોટ્સઅપે લોકોને ભારે પરેશાન કર્યાં. લાખો લોકો આ એપના માધ્યમથી  નવા વર્ષની શુભેચ્છા આપવાના પ્રયાસ કરતા હતા પરંતુ આ દરમિયાન જ વ્હોટ્સઅપ ડાઉન થઈ ગયું હતું. લોકોએ વ્હોટ્સઅપની નારાજગી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર જઈને વ્યક્ત કરી હતી. વિશ્વના અનેક સ્થળોએ વ્હોટ્સઅપ ડાઉન થવાની ફરિયાદ મળી હતી. જોકે કંપનીએ પોતાની તરફથી હાલ કોઈ જ સ્પષ્ટતા નથી કરી

નવા વર્ષની શરૂઆત વ્હોટ્સઅપ ઉપયોગ કરનારા લોકો માટે ખાસ એક અવસર સમાન હતો. આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ કરનારાઓને ત્યારે નિરાશા સાંપડી જ્યારે તેમને મોકલવામાં આવતાં મેસેજ SEND જ ન થયા.
બ્રિટનની વેબસાઈટ THE  SUN મુજબ, યુરોપ અને અમેરિકામાં આ પ્રકારની મુશ્કેલી સૌથી વધુ જોવા મળી. જો કે ભારતમાં પણ લોકો વ્હોટ્સઅપથી મેસેજ ડિલિવર અને રિસીવરને લઈને પરેશાન જોવા મળ્યાં.
 લોકોએ નારાજગી જાહેર કરવા માટે નવી રીત શોધી કાઢી અને થોડી જ ક્ષણમાં Twitter પર #whatsapp down ટ્રેન્ડ થવા લાગ્યું.
 એક આંકડા મુજબ એકલા ભારતમાં જ વ્હોટ્સઅપના 70 મિલિયન યુઝર્સ છે. જેમાંથી મોટા ભાગના લોકો 31 ડિેસેમ્બરની સાંજથી પરેશાન જોવા મળ્યાં હતા.

સતત ત્રીસ મિનીટ સુધી વોટસએપ ડાઉન રહ્યા બાદ તે પૂર્વવત થયું હતું જો કે, તેમ છતા તેની સ્પિડ પહેલા જેટલી ન હતી અને લોકોને મેસેજ મોકલવામાં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.