Page Views: 149637

વૃધ્ધાના ગળામાંથી રૂ.60 હજારનો અછોડો તોડાયો

વરાછા,કાપોદ્રા, કતારગામમાં બેફામ બનેલી અછોડા તોડ ટોળકી પોલીસ પેટ્રોલિંગ કાગળ પર જ

સુરત-29-12-2017 
શહેરના વરાછા-કાપોદ્રા અને કતારગામ વિસ્તારમાં અછોડા તોડ ટોળકી
 બેફામ બની રહી છે. છેલ્લા એક સપ્તાહમાં જ છ કરતા વધારે મહિલાઓના 
ગળામાંથી સોનાના અછોડા તોડીને તસ્કરો નાસી છુટ્યા છે. ગત રોજ સાંજે 
પણ કતારગામ લલીતા ચોકડી નજીકથી એક વૃદ્ધાના ગળામાંથી બે બાઇક ચાલક 
અછોડો તોડીને પલાયન થઇ ગયા હતા. 
કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, રણછોડ પાર્ક સોસાયટી 
લલીતા ચોકડી ખાતે રહેતા હિતેશભાઇ મિસ્ત્રી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમના માતા 
કલાવતી બેન ગત રોજ સાંજે કતારગામ લલીતા ચોકડી નજીકથી પસાર થતા હતા 
ત્યારે બાઇક પર આવેલા બે તસ્કરોએ રૂપિયા 60 હજારની કિંમતનો સોનાનો અછોડો તોડીને 
નાસી છુટ્યા હતા. 
ગત રોજ વરાછા અને કાપોદ્રામાં એક કલાકમાં જ બે મહિલાના ગળામાંથી સોનાના અછોડા તોડી 
તસ્કરો નાસી છુટ્યા હતા. આ પહેલા કતારગામમાં એક એડવોકેટની પત્નીના હાથમાંથી 
પર્સ આંચકી ગયા હતા. અન્ય એક એડવોકેટને પણ આવો જ અનુભવ થયો હતો.