Page Views: 171393

ભારતીય જવાનો દ્વારા પાક.ના ત્રણ સૈનિકોને ઠાર મરાયા

ભારતીય સેનાએ જવાનોની શહિદીનો બદલો લીધો

જમ્મુ:-

 

           ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના ત્રણ સૈનિકોને ઠાર કરી આપણા જવાનોની શહિદીનો બદલો લઇ લીધો છે. આ પહેલા શનિવારે LOCના કેરી સેક્ટરમાં એક મેજર સહિત ચાર જવાનો શહિદ થયા હતા. પાકિસ્તાનની સેનાએ LOC પાર કરી હુમલો કર્યો હતો જેમાં આ જવાનો શહિદ થતા દેશભરમાંથી બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરવાની માંગ ઉઠી હતી.

          જે મામલે ભારતીય સેનાએ કહ્યું હતું કે, જવાનોના શહિદી વ્યર્થ નહી જાય, પાકિસ્તાનની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભારતીય સેનાએ આપણા જવાનોની શહિદીનો બદલો લેતા પાકિસ્તાનના ત્રણ સૈનિકોને ઠાર કર્યા હતા. ભારતીય સેનાના 10 જવાનોએ પૂંછ સેક્ટરમાં સરહદ પાર કરી પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. તેમજ તેની ચોકીઓને પણ નુંકસાન પહોંચાડ્યું હતું. રવિવારે મોડી રાત્રે ભારતિય સેનાના 10 જવાનોએ 30 મિનિટ સુધી ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય સૈનિકોની શહિદીના 48 કલાકની અંદર ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની સેનાએ ભારતીય જવાનોને નિશાને લેવા બે સ્નાઇપરોને  LOC પર તૈનાત કર્યા હતા પરંતુ ભારતીય સેનાએ તે બંન્ને સ્નાઇપરોને ઠાર કરતા તેનો આ દાવ ઊંધો પડ્યો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.