Page Views: 173084

સુરત રેલ વે પોલીસ દ્વારા ચાલુ ટ્રેનમાંથી ૮૪ કિલો બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપાયો

અમદાવાદ પુરી ટ્રેનમાં અવારનવાર ઝડપાતા ગાંજામાં બે કોથળાનો થયો ઉમેરો

સુરતઃ 

        ટ્રેન મારફતે મોટી માત્રામાં ગાંજાની હેરાફેરી થઇ રહ્યાંનું ફરી સામે આવ્યું છે. સુરત રેલ્વે પોલીસ દ્વારા ટ્રેનમાંથી ગાંજો બિનવારસી પકડી પડ્યો છે. ત્યારે વધુ ૮૪ કિલો ગાંજો અમદાવાદ પૂરી એક્સપ્રેસ ટ્રેનમાંથી પકડી પાડવામાં આવ્યો છે. હાલ રેલવે પોલીસે ગાંજો પકડી વધુ તપાસ હાથ ધરી છે.

          પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાર પૂરી એક્સપ્રેસ ટ્રેન જાણે ગાંજાની હેરાફેરી કરવા માટે રાખી હોય તેમ અવાર નવાર વખત લાખો રૂપિયાનો ગાંજો ટ્રેનમાંથી પકડાય છે ત્યારે વધુ ૮૪ કિલો ગાંજો સુરત રેલ્વે પોલીસે પકડી પાડ્યો છે અમદાવાદ થી પૂરી જતી એક્સ્પ્રેન ચાલુ ટ્રેનમાં રેલ્વે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બિન વારસી ૫ જેટલા પોટલા મળી આવ્યા હતા પોટલાની તપસ કરતા પોટલામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આશરે ૮૨ કિલો ગાંજો બિનવાસરી પકડી પાડ્યો છે જેની કિંમત ૪ લાખ આંકી શકાય છે હાલ તો સુરત રેલ્વે પોલીસે બિનવારસી ગાંજાનો જથ્થો કબજે લીધો છે.