સુરત-21-12-2017
સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી આવતી કાલે તા.22.12.2017ના રોજ નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે યોજાશે. આ વખતેની જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ કમલેશભાઇ દેવચંદભાઇ ખુંટએ જનરલ સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને તેમને જુનિયર તેમજ સિનિયર વકીલ આલમમાંથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કમલેશભાઇ ખુંટ સિનિયર એડવોકેટ દેવચંદભાઇ ખુંટના પુત્ર છે અને તેઓએ વર્ષ 2001માં સનદ મેળવી હતી. ક્રિમિનલ, રેવન્યુ અને સિવિલ પ્રેકટીસ સાથે સંકળાયેલા છે. સાથો સાથ યુવા એડવોકેટને સારૂએવુ માર્ગદર્શન પુરૂ પાડતા હોવાથી તેઓ યુવા વકીલોમાં ખુબ સારી લોક ચાહના ધરાવે છે. વર્ષ 2018ની સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં એડવોકેટ કમલેશભાઇ દેવચંદભાઇ ખુંટે જનરલ સેક્ર્ટેરી પદ પર દાવેદારી નોંધાવતા તેમને સિનિયર એડવોકેટ અને જુનિયર એડવોકેટ દ્વારા તેમના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. એડવોકેટ આલમ દ્વારા કમલેશભાઇ ખુંટને સમર્થન આપવા માટે તત્પરતા દર્શાવવામાં આવી છે અને આવતી કાલે યોજાનારા મતદાનમાં મહત્તમ મતદાન કરીને કમલેશભાઇ ખુંટને જનરલ સેક્રેટરી પદ ઉપર વિજેતા બનાવવા માટે થનગની રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી એડવોકેટ કમલેશભાઇ ખુંટ અને તેમના એડવોકેટ મિત્ર વર્તુળ દ્વારા કોર્ટ કેમ્પસમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રચારમાં તેમને સારો આવકાર મળી રહ્યો છે તેમજ આવતી કાલના મતદાન માટે વકીલ આલમમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
• Share •